રાજકોટ મનપા તેમજ વેઈટ લિફ્ટિંગ એસોસિયએશન ઓફ રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજ્યકક્ષાની ગુજરાત કેસરી બોડી બિલ્ડિંગ સ્પર્ધાનું આયોજન હેમુ ગઢવી હોલ ખાતે કરવામાં આવ્યુ હતું. જેમાં રાજભરમાંથી 300થી વધુ બોડી બિલ્ડરોએ પોતાનું કૌશલ્ય દાખવ્યું હતું. આ દરમિયાન વિજેતાઓને ટ્રોફી આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ તકે સિનિયર મેન્સ ફિઝિક્માં ચેમ્પિયન ધર્મિશ પરમારે જણાવ્યું કે, મેં બોડી બિલ્ડર બનવા માટે વર્ષો સુધી તપસ્યા કરી છે.
સિનિયર મેન્સ ફિઝિક્માં ચેમ્પિયન અમદાવાદના ધર્મિશ પરમારનાં જણાવ્યા મુજબ બોડી બિલ્ડિંગ એક તપસ્યા છે. દરેક બોડી બિલ્ડર તેની કેટેગરી પ્રમાણે મહેનત કરી પોતાને તેમાં ઢાળે છે. 10 વર્ષથી મેં બોડી બિલ્ડર બનવા માટે તપસ્યા કરી ત્યારે છેલ્લા ચાર વર્ષથી હું પ્રોફેશનલ બોડી બિલ્ડિંગ કરી રહ્યો છું. હાલ ફૂડની ક્વોલિટી ઘટતા અને જંક ફૂડના સેવનનો વધારો થતા હાર્ટએટેકનું પમાણ વધ્યું છે. કોઈ સામાન્ય માણસને એટેક આવે તો કોઈ ધ્યાન આપતું નથી. પરંતુ કોઈ બોડી બિલ્ડરનું હાર્ટ ફેલ થઈ જાય તો સૌ કોઈ વિચારમાં પડી હું જાય છે.