RMCના સેનેટરી સબ ઇન્સ્પેકટર લાંચ લેતા પકડાયો

રાજકોટ મહાનગરપાલિકાના વર્ગ 3ના સેનેટરી સબ ઇન્સ્પેકટર રૂપિયા 1000ની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાયા છે. વોર્ડ નંબર 17માં ફરજ બજાવતા જીતેન્દ્ર ગડીયલએ સફાઈ કામદાર પાસે રજાઓ સરભર કરવા માટે રૂપિયા 2000ની માંગણી કરી હતી. જે પૈકી રૂપિયા 1000 17.01.2026ના રોજ સ્વીકારી બાકી રહેતી રકમ રૂપિયા 1000 આજરોજ સ્વીકારતા ACBના હાથે રંગે હાથ ઝડપાઇ ગયો હતો, જેથી ACBએ તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે ફરિયાદી ઉપરાંત અન્ય સફાઈ કામદારોએ પણ અગાઉ અધિકારીને રૂપિયા આપેલા હોવાના પુરાવા એસીબીને આપવામાં આવ્યા છે, ત્યારે આરોપી દ્વારા અત્યાર સુધી કેટલી લાંચની રકમ સ્વીકાર કરવામાં આવેલ છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદીએ સમગ્ર વાતનું રેકોર્ડિંગ પણ કર્યું હતું આ કેસમાં ફરિયાદીની ઓકટોબર-નવેમ્બર, 2025ની રજા સરભર કરવા માટે આરોપી જીતેન્દ્ર ગડીયલએ રૂપિયા 2,000ની લાંચની માંગણી કરી હતી. જો લાંચની રકમ ન આપે તો નોકરીમાં હેરાન પરેશાન કરવા તેમજ બાકી રહેતી મળવાપાત્ર રજામાં કપાત કરવામાં આવે તેવા ડરથી 17 જાન્યુઆરી, 2026ના રોજ ફરિયાદી આરોપી જીતેન્દ્ર ગડીયલને મળી રૂ.1,000 આપ્યા હતાં અને બાકીના રૂ.1,000 બે-ત્રણ દીવસમાં આપવાનું કહ્યું હતું. આ સમગ્ર વાતચીતનું રેકોર્ડિંગ પણ ફરિયાદી દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *