RMCના નિવૃત્ત શોપ ઇન્સ્પેક્ટરના ઘરેથી 70 વર્ષ જૂનાં વાસણોની ચોરી

શહેરમાં વિજય પ્લોટમાં રહેતા અને આરએમસીના નિવૃત્ત શોપ ઇન્સ્પેક્ટરના મનહરપ્લોટમાં આવેલા ડેલામાં ચાર બંધ ઓરડીના તાળાં તોડી તસ્કરો 70 વર્ષ જૂના ત્રાંબા,પીતળના વાસણોની ચોરી કરી ગયાની ફરિયાદ કરતા એ-ડિવિઝન પોલીસે તપાસ કરતા તસ્કર બેલડી સીસીટીમાં કેદ થઇ ગઇ હોય પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી લેવા કાર્યવાહી કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વિજય પ્લોટમાં રહેતા વેલજીભાઇ સવજીભાઇ મકવાણાએ ફરિયાદ કરી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે, તે મહાનગરપાલિકામાં શોપ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરતા અને 2002થી તે નિવૃત્ત છે અને તેને મંગળા રોડ પર મનહર પ્લોટમાં 60 વારનો ડેલો છે અને તેમાં ચાર ઓરડી બનાવી છે. જે ઓરડીમાં આશરે 70 વર્ષ જૂના ત્રાંબા-પીતળના વાસણો રાખી તાળા મારેલા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *