વિંછીયા મામલતદાર ઓફિસમાંથી રેવન્યુ તલાટીના વાહનની ચોરી થઇ

રાજકોટના ફરિયાદી રાજેશભાઇ નરશીભાઇ ગઢાદરા (ઉ.વ.30)એ જણાવ્યું કે, હું વિંછીયા મામલતદાર કચેરીમાં રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવું છું. ગઈ તા.9.10.2024 ના રોજ આશરે 11.30 વાગ્યાથી 11.45 વાગ્યાના અરસામાં અમારી કચેરીના પટ્ટાવાળા અજયભાઈ ખીમાભાઇ પરમાર મારી પાસે આવેલ અને મને કહેલ કે, મારે પોસ્ટ ઓફીસ જવું છે.

જેથી મેં મારા જીજે.03.કેઈ.7390 નંબરના મોટર સાયકલની ચાવી અજયભાઇને આપેલ. તેઓ આશરે 12.30 વાગ્યાની આસપાસ બાઈકની ચાવી પાછી આપી ગયેલ. હું કલાક 01.56 વાગ્યે જમવા જમવાનું હોવાથી પાર્કિંગમાં બાઈક શોધતા મળી આવેલ ન હોય જેથી મે કચેરીના પટ્ટા વાળા અજયભાઇને ફોન કરતા રૂબરૂ બોલાવતા તેણે જ્યાં પાર્કિંગમાં બાઈક મૂક્યું હતું ત્યાંથી મળી આવેલ નહીં. જેથી મેં બાઈક ચોરી અંગે ઈ એફઆઈઆર કરી હતી. વિંછીયા પોલીસે ઈ એફઆઈઆરના આધારે અજાણ્યા બાઈક ચોર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *