શહેરમાં મવડી પ્લોટ નજીક પ્રજાપતિ સાેસાયટીમાં રહેતી મહિલાએ ઉપરના માળે કપડાં સૂકવવા બાબતે ઝઘડો કરી વૃદ્ધ સાસુને મારકૂટ કરી નિવૃત્ત ફૌજી સસરાને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસમાં ફરિયાદ કરતાં સામે વહુ પણ સાસુ-સસરાએ મારકૂટ કરી તલવારથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા તાલુકા પોલીસે સામ-સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મવડી પ્લોટ પાસેના પ્રજાપતિ સોસાયટીમાં રહેતા નિવૃત્ત ફૌજી શિવનાથસિંગ જલદાનસિંગ ચૌહાણ (ઉ.65)એ તેના પુત્ર શીલુ અને પુત્રવધૂ પૂજા સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર શીલુ હોવાનું અને બધાના લગ્ન થઇ ગયા હોય મારો પુત્ર મારી સાથે નીચેના માળમાં અને અમે ઉપરના માળે રહીએ છીએ મારા પુત્રની પત્ની પૂજા અવારનવાર મારી પત્ની ગુડન સાથે ઝઘડાઓ કરી મારકૂટ કરતી હોય મંગળવારે સવારે શિવનાથસિંગ બહાર ગયા હતા ત્યારે તેની પત્નીનો ફોન આવ્યો હતો અને તેને મને વાત કરી કે પૂજા ઉપરના માળે કપડાં સૂકવવા માટે આવી હતી જેથી તેને ના પાડતા મારી સાથે માથાકૂટ કરી મારકૂટ કરી હતી. જેથી મેં પોલીસમાં જાણ કરી હતી અને હું પોલીસ મથકે આવી હતી. બાદમાં ફરિયાદ કરતા પૂજાએ સામે ફરિયાદ કરી હતી. જેથી પેાલીસે સામ-સામે ફરિયાદ લીધી હતી અને મારી અટકાયત કરી હતી અને જામીન પર છૂટતા પરત ઘેર આવી હોવાનું જણાવ્યું હતું.
દરમિયાન નિવૃત્ત ફૌજી શિવનાથસિંગ સાંજે ઘેર આવી વારંવાર માથાકૂટ થતી હોય જેથી મારા ઘરમાંથી નીકળી જવાનું કહેતા મને પુત્રવધૂએ ગાળો આપી સિવિલમાં દાખલ થઇ ગઇ હતી અને મારા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. બાદમાં મારો પુત્ર ઘેર આવતા મારા ઘેર ડેલીમાં મેં તાળું મારેલ હોય જેથી તેને મને તાળું ખોલવાનું કહેતા તેને ના પાડતા જેથી પુત્રઅે તને જીવતો નહીં મૂકું જાનથી મારી નાખીશ તેમ કહી ધમકી આપ્યાની ફરિયાદ કરતા પોલીસે કાર્યવાહી કરી હતી.