એરપોર્ટ ફાટક પાસે રાજદીપ સોસાયટીમાં રહેતા ચકાભાઇ ગોબરભાઇ પડ્યા (ઉ.72) એ પોતાના ઘેર ઉપરના માળે લોખંડની એંગલમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવને પગલે તેના પરિવારને તેને બોલવવા જતા લાશને લટકતી જોઇ દેકારો કરતા તેના પુત્ર સહિતનાઓ એ આવી લાશને ઉતારી જાણ કરતા 108ની ટીમે પહોંચી વૃદ્ધને મૃત જાહેર કરતાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ પી.બી. પટેલ સહિતે વૃદ્ધના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી કાર્યવાહી કરી હતી.
પોલીસની તપાસમાં મૃતક વૃદ્ધ નિવૃત્ત પ્રિન્સિપાલ હોવાનું અને પુત્ર સહિતના પરિવાર સાથે રહેતા હોવાનું બહાર આવ્યું હતું તેમજ એક સ્યૂસાઇડ નોટ મળી આવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે, હું મારી મરજીથી આ પગલું ભરું છું, આમા કોઇની જવાબદારી ન હોવાનો ઉલ્લેખ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા મથામણ કરી છે.