સેન્ટ્રલ ઝોનમાં વોટર રિચાર્જ કરવા 50 લાખની ગ્રાન્ટ માંગી

રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવતી વર્ષ 2025-26ની ગ્રાંટમાંથી 50 લાખની રકમની ફાળવણી સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 50 લોકેશન પર વોટર રિચાર્જ કરવા માટે ઉપયોગમાં લેવા પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ મ્યુ.કમિશનરને પત્ર લખ્યો છે.

જેમાં જણાવ્યું છે કે, વરસાદી પાણીનું ટીપે ટીપુ બચાવી નદી મારફત દરિયામાં વહી ન જાય તે માટે ઠેર-ઠેર વોટર રીચાર્જીંગ કરી “Catch The Rain” ના પ્રોજેક્ટને એક જનઆંદોલન બનાવી દેશભરમાં મુહીમ ઉપાડી છે. જેના ભાગ રૂપે સેન્ટ્રલ ઝોનના 50 લોકેશનમાં વોટર રીચાર્જીંગના બોર બનાવી પાણીને ભૂગર્ભમાં સમાવવાની જરૂરિયાત છે. સુરત શહેર સેન્ટ્રલ ઝોનમાં જે જગ્યાએ વરસાદી જાળીયાની કેપેસીટી ઓછી છે. 50 જેટલા સ્થળોને આઇડેન્ટીફાય કરી આ તમામ જગ્યાએ બોરીંગ કરી વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવાથી ભૂગર્ભમાં પાણીનો સંગ્રહ થશે. ઉકાઈથી પાણી છોડવામાં આવે ત્યારે રેલની આવશ્યકતા વખતે પણ આવા બોર દ્વારા પાણી ભૂગર્ભમાં જવાથી રેલ વખતે પણ રાહત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *