16 વર્ષમાં 80 હજારથી વધુ શ્વાનોનું ખસીકરણ

રાજકોટ શહેરમાં શ્વાનનો ત્રાસ દૂર કરવા માટે વસતી નિયંત્રણનો પ્રયોગ છેલ્લા 16 વર્ષથી ચાલી રહ્યો છે. તેમાં 2007-08થી અત્યાર સુધીમાં 80,294 શ્વાનને આવરી લેવાયા છે. ચાલુ વર્ષે જ 801 શ્વાનોનુ વ્યંધિકરણ ઓપરેશન કરવામાં આવ્યું છે. 1,03,053 ડોઝ હડકવા વિરોધિ રસીકરણનાં આપવામાં આવ્યા છે. આસપાસના ગ્રામિણ વિસ્તારમાંથી શ્વાન રાજકોટમાં છોડી દેવાય છે અને તેના કારણે વસતી વધારો થતો રહે છે. ત્યારે 6 માસથી વધુ ઉંમરના શ્વાનનું ખસીકરણ કરાવવા રાજકોટ મહાનગરપાલિકાએ ફોન નંબર જાહેર કર્યો છે.

મહાનગરપાલિકા દ્વારા શ્વાનોનાં પ્રશ્નોનાં નિરાકરણ માટે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં શ્વાન વ્યંધિકરણ તથા હડકવા વિરોધી રસીકરણની કામગીરી કરવામાં આવે છે. જેથી શ્વાનોની વધતી જતી વસ્તીને તથા હડકવાને કાબુમાં કરી શકાય તે માટે ખસીકરણ યોજના લાગુ કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2007-08થી અત્યાર સુધીમાં 80,294 શ્વાનોનું ખસીકરણ ઓપરેશન કરવામાં આવ્યું છે. છેલ્લા 3 વર્ષના આંકડા જોઈએ તો વર્ષ 2022-23 દરમિયાન 2,817, વર્ષ 2023-24 દરમિયાન 3,013 તથા વર્ષ 2024- 25 (જૂન 2024 સુધી) દરમિયાન 801 શ્વાનોનું વ્યંધિકરણ ઓપરેશન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *