વરુણ ધવન તેની આગામી ફિલ્મ ‘હૈ જવાની તો ઈશ્ક હોના હૈ’માં પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર સાથે જોવા મળશે. આ દિવસોમાં આ ફિલ્મને લગતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ દરમિયાન, બીજો એક વીડિયો સામે આવ્યો છે જેમાં વરુણ, પૂજા અને મૃણાલ ફિલ્મ ‘બીવી નંબર 1’ ના ફેમસ સોન્ગ ‘ચુનરી ચુનરી’ પર ડાન્સ કરતા જોવા મળે છે. જોકે, આ વીડિયો જોયા પછી ઘણા યુઝર્સ ગુસ્સે થઈ ગયા. તેમનું કહેવું છે કે 90ના દાયકાના ક્લાસિક ગીતોને ફરીથી બનાવીને તેનો નાશ કરવામાં આવી રહ્યો છે.
‘ચુનરી-ચુનરી’ રિમેક ગીતની ક્લિપ લીક થઈ ગઈ છે. આમાં વરુણ, મૃણાલ અને પૂજા ડાન્સ કરતા જોવા મળે છે. વીડિયોમાં, વરુણ ધવન પ્રિન્ટેડ શર્ટ અને લાલ પેન્ટમાં જોવા મળી રહ્યો છે, જ્યારે મૃણાલ ગોલ્ડન-બ્લેક ડ્રેસમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે. પૂજા હેગડે પણ ગોલ્ડન આઉટફિટમાં જોવા મળી હતી.