રાજકોટ ડિવિઝનના સ્ટેશનો પર રોકડ ચૂકવણીમાંથી રાહત

દેશભરમાં ‘ડિજિટલ ઇન્ડિયા’ અંતર્ગત ઓનલાઈન ચૂકવણીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. હાલમાં ઠેર-ઠેર લોકો નાના-મોટા પેમેન્ટ QR કોડ સ્કેન કરીને કરતા થયા છે. રાજકોટ ડિવિઝનના રેલવે સ્ટેશનોમાં અત્યાર સુધી રોકડ રકમ ચૂકવીને ટિકિટ લેવી પડતી હતી. પરંતુ હવે પશ્ચિમ રેલવેએ પણ સમયની સાથે જ તાલ મિલાવ્યો છે. જેને લઈને મુસાફરો QR કોડ સ્કેન કરી ટિકિટ ભાડુ ચૂકવી શકશે. રાજકોટ ડિવિઝનનાં સ્ટેશનો પર રોકડ ચૂકવણીમાંથી મુસાફરોને રાહત મળશે.

પ્રાપ્ત વિગત મુજબ પશ્ચિમ રેલવેનું રાજકોટ ડિવિઝન ડિજિટલ પેમેન્ટ પદ્ધતિઓનો ઉપયોગ કરીને કેશલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપવા અને મુસાફરોને વધુમાં વધુ સારી સેવા આપવા પ્રયાસ કરી રહ્યું છે. જે અંતર્ગત હવે રાજકોટ ડિવિઝનની રિઝર્વેશન ઓફિસ અને બુકિંગ ઓફિસના તમામ કાઉન્ટરો ઉપર QR કોડ ડિવાઈસ લગાવવામાં આવ્યા છે. જેના દ્વારા રેલવે મુસાફરો ટિકિટ માટેનું ભાડુ કોડ સ્કેન કરી ડિજિટલ માધ્યમથી કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *