રાજકોટ મનપા હસ્તકના વિવિધ સ્પોર્ટ્સ સંકુલોમાં મેમ્બરશિપ માટે રજિસ્ટ્રેશન શરૂ

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની વિવિધ રમતગમતની સુવિધાઓ જેવી કે સિન્થેટિક એથ્લેટિક ટ્રેક, સિન્થેટિક ટેનિસ કોર્ટ, વોલીબોલ, બાસ્કેટબોલ કોર્ટ, રેસકોર્સ જીમ, નાનામવા મલ્ટિ એક્ટિવિટી સેન્ટર લેડીઝ જીમ, શેઠ હાઇસ્કૂલ જીમ, હૈદરી ચોક જીમ તથા સ્નાનાગારો ખાતે શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ સ્નાનાગાર કોઠારિયા રોડ, શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્નાનાગાર કાલાવડ રોડ, શ્રી સ્વામી વિવેકાનંદ સ્નાનાગાર પેડક રોડ તથા શ્રી જીજાબાઇ મહિલા સ્નાનાગાર શિખાઉ તથા જાણકાર સભ્યો માટે વર્ષ 2025-26 માટે પ્રવેશ પ્રક્રિયા તા.27-03થી શરૂ કરવામાં આવેલ છે.

મેમ્બરશિપ રજિસ્ટ્રેશન રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in ના માધ્યમથી, રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના તમામ સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફિસ ખાતે થઇ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 32000થી વધુ શહેરીજનોએ મહાનગરપાલિકાની વિવિધ રમતગમતની સુવિધાનો લાભ લીધો હતો. આ વર્ષે પણ સભ્યો વધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *