શહેરમાં જિલ્લા સેવા સદનમાં પ્રાદેશિક કમિશનર કચેરીના કર્મચારી યુવક તેના ઘેર હતા ત્યારે હાર્ટએટેક આવી જતાં મોત નીપજ્યું હતું.
રામાપીર ચોકડી પાસે શાંતિનિકેતન એપાર્ટમેન્ટમાં રહેતા અને શ્રોફ રોડ પર પ્રાદેશિક કમિશનર કચેરીમાં કમ્પ્યૂટર ઓપરેટર તરીકે નોકરી કરતાં ઇશિતભાઇ કમલેશભાઇ પંચોલી (ઉ.25) તેના ઘેર હતા ત્યારે એકાએક બેભાન થઇ ઢળી પડતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે યુનિવર્સિટી પોલીસે તપાસ કરતાં યુવક એક બહેનથી નાનો હતો અને પિતા પ્રાઇવેટ નેાકરી કરે છે. તેમજ યુવકની 15 દિવસ પહેલાં જ સગાઇ થઇ હોવાનું અને હાર્ટએટેક આવી જતાં યુવકનું મોત નીપજ્યાનું પરિવારે જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.