આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સને (MI)ને ઝટકો લાગ્યો છે. ટીમના લીડ બોલર જોફ્રા આર્ચર (Jofra Archer) IPL 2023માંથી બહાર થઈ ગયા છે. રિહેબ પર ફોકસ કરવા માટે ઈંગ્લેન્ડ પરત આવી રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સે તેની જગ્યાએ ઈંગ્લિશ ફાસ્ટ બોલર ક્રિસ જૉર્ડનને ટીમમાં શામેલ કર્યો છે.
વર્ષ 2021ની શરૂઆતથી જોફ્રા આર્ચરને ઈજા થઈ રહી છે. છેલ્લા 26 મહિનામાં 6 વખત સર્જરી કરાવી છે. ઈજા અને સર્જરીમાંથી સંપૂર્ણપણે રિકવર ના થવાને કારણે આર્ચરે ઈંગ્લેન્ડ પરત ફરવું પડ્યું છે.
મુંબઈ ઈન્ડિયન્સે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, ‘બાકી રહેલ સીઝન માટે ક્રિસ જોર્ડન મુંબઈ ઈન્ડિયન્સમાં શામેલ થશે. ક્રિસ જોર્ડનને જોફ્રા આર્ચરની જગ્યાએ ટીમમાં શામેલ કરવામાં આવ્યા છે. ઈગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ જોફ્રા આર્ચરની રિકવરી અને ફિટનેસ પર ધ્યાન આપી રહ્યું છે અને રિહેબ પર ફોકસ કરવા માટે ઈંગ્લેન્ડ પરત ફરશે.’