RCBએ હોમગ્રાઉન્ડમાં શરણાગતિ સ્વિકારી લીધી

લખનઉ સુપરજાયન્ટ્સ (LSG)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024 (IPL)માં સતત બીજી જીત હાંસલ કરી. ટીમે વર્તમાન સિઝનની 15મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ને 28 રનથી હરાવ્યું હતું. મંગળવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં લખનઉએ 20 ઓવરમાં 5 વિકેટે 181 રન બનાવ્યા હતા. હોમ ગ્રાઉન્ડ પર બેંગલુરુની ટીમ 19.4 ઓવરમાં 153 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

LSG તરફથી મયંક યાદવે 3 વિકેટ લીધી હતી. ક્વિન્ટન ડી કોકે 56 બોલમાં 81 રન બનાવ્યા હતા. નિકોલસ પૂરને 40, માર્કસ સ્ટોઇનિસે 24 અને કેપ્ટન કેએલ રાહુલે 20 રન બનાવ્યા હતા.

ટુર્નામેન્ટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની આ ત્રીજી હાર છે. ટીમને અગાઉ ચેન્નઈ અને કોલકાતા સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો. બેંગલુરુની એકમાત્ર જીત પંજાબ સામે આવી હતી. બીજી તરફ લખનઉએ અગાઉ પંજાબને હરાવ્યું હતું, જ્યારે પ્રથમ મેચમાં ટીમ રાજસ્થાન સામે હારી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *