RCB સૌથી મોંઘી IPL ટીમ બની

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) 1.78 બિલિયન ડોલર એટલે કે લગભગ 16,706 કરોડ રૂપિયાની રેકોર્ડ બોલી સાથે વેચાઈ ગઈ છે. આ સાથે જ બેંગલુરુ IPLની સૌથી મોંઘી ટીમ બની ગઈ. RCB ટૂર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે.

ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, RCBને આદિત્ય બિરલા ગ્રુપ (ABG), ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ગ્રુપ (TOI), બોલ્ટ વેન્ચર્સ (Bolt) અને બ્લેકસ્ટોન્સ (BXPE) પરપેચ્યુઅલ પ્રાઈવેટ ઈક્વિટી સ્ટ્રેટેજીએ મળીને ખરીદી.

આ પહેલા ક્રિકબઝે જ મંગળવારે જણાવ્યું હતું કે, રાજસ્થાન રોયલ્સ 1.63 બિલિયન ડોલર એટલે કે લગભગ 15,289 કરોડ રૂપિયાની રેકોર્ડ બોલી સાથે વેચાઈ ગઈ છે. રાજસ્થાન હવે બીજી સૌથી મોંઘી IPL ટીમ બની ગઈ.

ન્યૂઝ એજન્સી PTIએ સૂત્રોના હવાલેથી જણાવ્યું કે ભારતીય મૂળના અમેરિકી બિઝનેસમેન કાલ સોમાણી અને તેમના કન્સોર્ટિયમે ફ્રેન્ચાઈઝી માટે આ સૌથી મોટી બોલી લગાવી, જેને મંજૂર કરી લેવામાં આવી.

RCB સૌથી મોંઘી ટીમ બની. જ્યારે રાજસ્થાને લખનઉ સુપર જાયન્ટ્સનો રેકોર્ડ તોડ્યો હતો. લખનઉને સંજીવ ગોયનકાના RPSG ગ્રુપે 2021માં 7,090 કરોડની મોટી બોલી લગાવીને ખરીદ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *