આરબીઆઇ દ્વારા આજે રેટકટ મુદ્દે સરપ્રાઇઝ સંભવ-લોનધારકોને ફાયદો

વૈશ્વિક તેમજ દેશમાં છેલ્લા બે માસથી મોંઘવારીમાં રાહત છે જેની પોઝિટીવ અસર આજે રજૂ થનારા ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજકાપમાં જોવા મળી શકે છે. લોકોની લોન સસ્તી બની શકે છે. આરબીઆઇ રેટકટ મુદ્દે સરપ્રાઇઝ આપી શકે છે જેમકે 0.25 અથવા તો 0.50 સુધીનો રેટકટ આપી લોન ધારકોને રાહત આપી શકે છે.

એસબીઆઈ રિસર્ચનું અનુમાન છે કે જાન્યુઆરી-માર્ચમાં રિટેલ મોંઘવારી 4.5% અને વર્ષ 2025-26માં 4.2-4.5% રહી શકે છે. આ વચ્ચે ટ્રેડવૉર અને બજેટમાં વપરાશ વધારવાની નીતિઓને ધ્યાનમાં લેતા રિઝર્વ બેન્ક થોડા સમય માટે પણ રેટ કટમાં ઘટાડો કરી શકે છે. એસબીઆઇનો અંદાજ છે કે રિઝર્વ બેંક 5-7 ફેબ્રુઆરીની નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરી શકે છે. એપ્રિલમાં યોજાનારી સમીક્ષા બેઠકમાં રેપો રેટ ફરી એકવાર 0.50% સુધી ઘટાડી શકાય છે. આ રીતે, બે સમીક્ષા બેઠકોમાં વ્યાજદરમાં 0.75% ઘટાડો કર્યા પછી સ્થિરતા જાળવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *