વન-ડે વર્લ્ડ કપ 2023માં આજે એટલે કે 19 ઓક્ટોબર ગુરુવારે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે છે. આ મેચ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ, પુણેમાં રમાઈ રહી છે. જેમાં બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલાં બેટિંગ લીધી છે. બાંગ્લાદેશ તરફથી મુશ્ફિકર રહીમ અને મહમુદુલ્લાહ ક્રિઝ પર છે.
તન્ઝીદ હસન 51 રન બનાવીને આઉટ થયો હતો. કુલદીપ યાદવે તેને LBW આઉટ કર્યો હતો. રવીન્દ્ર જાડેજાએ ટીમ ઈન્ડિયાને બીજી સફળતા અપાવતા કેપ્ટન નઝમુલ હસન શાન્તોને LBW આઉટ કર્યો હતો. મોહમ્મદ સિરાજે મેહદી હસન મિરાઝને આઉટ કર્યો હતો. તેનો કેચ વિકેટકીપર કેએલ રાહુલ એક હાથે કર્યો હતો. રવીન્દ્ર જાડેજાએ પોતાની બીજી વિકેટ લેતા સેટ બેટર લિટન દાસને આઉટ કર્યો હતો. લિટન દાસ 66 રન બનાવીને આઉટ થયો હતો.
ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા બોલિંગ વખતે ઈજાગ્રસ્ત થયો હતો. તેની બોલિંગમાં લિટન દાસે સીધો શોટ માર્યો, જેને હાર્દિક પગેથી રોકવા ગયો. પણ જેના કારણે કોહલીએ બાકીની ઓવર પૂરી કરી હતી. ત્યારે હવે BCCIએ X પોસ્ટથી જાણકારી આપી છે કે હાર્દિકને સ્કેન માટે લઈ જવામાં આવ્યો છે. આથી તે આ મેચમાં બોલિંગ કે પછી ફિલ્ડિંગ નહીં કરી શકે.