14 સ્થળો પર રેશનકાર્ડ ઇ-કેવાયસીની કામગીરી થશે

રાજકોટ શહેર-જિલ્લામાં તાલુકા મામલતદાર કચેરીના એ.ટી.વી.ટી. સેન્ટરો સહિત 14 સ્થળો પર રેશનકાર્ડ ઇ-કેવાયસીની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. આ માટે વહીવટી તંત્ર દ્વારા જરૂરી સુચના આપી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, જુની કલેકટર કચેરીમાં ગઈકાલે ઝોનલ કેન્દ્રમાં રેશનકાર્ડ ઇ-કેવાયસી મામલે ભારે અંધાધૂંધી બાદ કલેકટરના આદેશના પગલે સુચારૂ રૂપથી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ગઈકાલે આ ઝોનલ કચેરીમાં અવ્યવસ્થા સર્જાતા અરજદારોનાં હોબાળાને પગલે પ્રાંત અધિકારી ચાંદની પરમાર દોડી ગયા હતા. અને આજે માત્ર બેથી ત્રણ કલાકમાં 200 કરતા વધારે રેશનકાર્ડ હોલ્ડરોની ઇ-કેવાયસી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *