જુદી જુદી હોટલમાં બે વર્ષ સુધી અનેક વખત દુષ્કર્મ આચર્યું

રાજકોટ શહેરમાં દિલ્હીની યુવતીને લગ્નની લાલચ આપી કેટરર્સ સંચાલક અમિત ભાલોડિયાએ અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. મારે મારી પત્ની સાથે ભડતું નથી, છુટાછેડા લઈ તારી સાથે લગ્ન કરી લઈશ તેવી લાલચ આપી અમિતે બે વર્ષ સુધી જુદી જુદી હોટલોમાં લઇ જઈ અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ પોલીસ ફરિયાદ કરવાનું કહેતા યુવતી પાસે બળજબરીથી સમાધાન લખાણ પણ કરાવી લીધું હતું. હાલ દુષ્કર્મનો ભોગ બનનાર યુવતીએ અમિત સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટના રજપુતપરામાં આરએમસી ચોક પાસે રહેતી અને મૂળ દિલ્હીના હોશિયારસિંગ માર્ગ સદર બજારની 31 વર્ષીય યુવતીએ રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી અમિત ભગવાનજી ભાલોડિયા વિરુદ્ધ ફરિયાદ લખાવતા જણાવ્યું હતું કે, તેણીના અગાઉ લગ્ન બાદ છૂટાછેડા થઈ જતા વર્ષ 2020માં દિલ્હીથી રાજકોટ ખાતે આવી હતી. અહીં રાજકોટમાં રહેતા અને કેટરર્સનો ધંધો કરતા રાજેશ નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યા પછી તે રાજેશ સાથે કેટરર્સનું કામ કરવા નોકરીએ લાગી હતી. એકાદ વર્ષ રાજેશ સાથે કામ કરતા સમયે કેટરર્સનું મોટું કામ કરતા અમિત ભાલોડિયાના સંપર્કમાં આવી હતી. અમિત ભાલોડિયા પણ કેટરર્સ સંચાલક હોવાથી તેની સાથે છૂટક કામ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *