રેપ-મર્ડર કરનાર આરોપીને ફાંસી!

4 નવેમ્બર, સોમવારે રાજસ્થાનના ઉદયપુર POCSO-2 કોર્ટે 8 વર્ષની બાળકીના રેપ બાદ મર્ડર અને તેના શરીરના 10 ટુકડા કરી નાખવાના કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી કમલેશને દોષી ઠેરવ્યો અને તેને ફાંસીની સજા ફટકારી છે. દોષિતના માતા-પિતાને 4-4 વર્ષની સજા કરવામાં આવી છે. જોકે દંપતીએ જામીન અરજી કરી હતી, આવી સ્થિતિમાં તેમને જામીન મળી ગયા હતા.

આ કેસમાં 8 દિવસ પહેલા કોર્ટે મુખ્ય આરોપી કમલેશ (ઉં.વ.21) અને તેના માતા-પિતાને પુરાવાનો નાશ કરવા અને સહકાર આપવાના આરોપમાં દોષિત ઠેરવ્યા હતા. આ કેસમાં આરોપીના વકીલે કોર્ટ પાસે સમય માંગ્યો હતો. જેના પર જજે તેને 4 નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો.

કોર્ટમાંથી બહાર આવીને દોષિતે કહ્યું- હું નિર્દોષ છું, મેં મારા માતા-પિતાને બચાવવા માટે આ બધું કર્યું છે. મારા પર દબાણ કરવામાં આવ્યું છે, હું હાઈકોર્ટમાં અપીલ કરીશ. મારા માતા-પિતાને બચાવવાની સજા લીધી.

આ કેસમાં કોર્ટે કમલેશને દોષિત ઠેરવ્યો હતો. આરોપી બાળકીને ચોકલેટ આપવાના બહાને ઘરે લઈ ગયો હતો. આ પછી તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ તેના હાથ-પગ અને ધડ સહિત શરીરના 10 ટુકડા કરી બોરીમાં પેક કરી ઘરથી 200 મીટર દૂર ખંડેરમાં ફેંકી દીધા હતા. બાળકી તેને ભાઈ કહીને બોલાવતી હતી. રક્ષાબંધન પર રાખડી બાંધતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *