રાજકોટની પરિણીતાની મહિલા પોલીસમાં જેતપુરના સાસરિયાંઓ સામે ફરિયાદ

ગીતાનગરમાં પિતાના ઘેર રહેતી માનસીબેન હાર્દિકભાઇ ગુજરાતીએ તેના પતિ હાર્દિક, સસરા રમેશભાઇ કરશનભાઇ ગુજરાતી, સાસુ રીટાબેન, નણંદ સોનલ સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન એક વર્ષ પહેલા હાર્દિક સાથે થયા હતા અને સંયુક્ત કુટુંબમાં રહેતા હતા.

અગાઉ સગાઇ પહેલા મારે એક યુવક સાથે મિત્રતા હતી અને તેની વાત પણ મારા પતિને કરી હોય તેમ છતા તેને લગ્ન કરવા માટે હા પાડી હતી બાદમાં લગ્ન થયા હતા. પરંતુ લગ્નના થોડા સમય સારી રાખી હતી બાદમાં પતિ અવાર-નવાર શંકાઓ કરતા હતા અને તેની માતા, બહેનને પણ આ વાત કરતા. તેની નણંદ પણ આવી ઝઘડાઓ કરતી હતી તેમજ તે તેના ઘેર પરિવાર સાથે વાતો કરતી હોય તો પતિ આવી કહેતા કે તારે હજી એ છોકરા સાથે સંબધ છે.

પતિ સહિતના સાસરિયાઓ ઝઘડો કરતા હોય જેની જાણ કરતા મારા પિતા અને કાકા આવ્યા હતા અને મારા સસરા સાથે વાત કરતા સમાધાન થઇ ગયું હતું. બાદમાં મારા પતિ સાડીના કારખાનામાં કામ કરતા હોય મે તેને બહારથી નાસ્તો લઇને આવવાનું કહેતા તેને આ વાત ઘેર કહેતા મારા સસરાએ મારા પિતાને ફોન કરી બહારથી નાસ્તો મગાવવાની વાત કરતા મારા કાકાએ તમારે ખવડાવવાની તેવડ ન હોય તો પાછી મુકી જવાનું કહેતા મારા પતિએ મારી સાથે ઝઘડો કરી મને કહે કે, તારી કોઇ મારે જરૂર નથી અને પૈસા દઇને બધું મળી જાય છે. કહી મારા પિતાના ઘેર મુકી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *