રાજકોટની સૌથી જૂની હઝરત ગેબનશાહ પીર દરગાહ વિવાદમાં

રાજકોટમા હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફ ટ્રસ્ટ 1961માં નોંધાયેલું છે. જોકે, શહેરની સૌથી જૂની હઝરત ગેબનશાહ દરગાહનો વિવાદ સામે આવ્યો છે. આજ દરગાહના પૂર્વ ટ્રસ્ટી અને કોંગ્રેસ લઘુમતી વિભાગના ચેરમેન યુનુસ જુણેજાએ મુખ્યમંત્રી-કાયદાકીય વિભાગ અને ગુજરાત રાજ્ય બોર્ડને રજૂઆત કરી છે. જેમાં જણાવાયું છે કે, આ દરગાહ ટ્રસ્ટમાં 2 પેઢીથી એક જ પરિવારની સમમુખત્યારશાહી જોવા મળે છે. 32 વર્ષથી અહીં ચૂંટણી કરવામાં આવી નથી. વાર્ષિક હિસાબોના પત્રો વાંચવામાં આવે છે જે પણ બોગસ હોય છે. અહીં આર્થિક ગોટાળા થતા હોવાને કારણે અગાઉ ટ્રસ્ટી તરીકે રાજીનામું આપી દીધું હતું, પરંતુ હવે આ બાબતે રાજ્ય કક્ષાએ રજૂઆત કરી છે.

રાજકોટ હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફ ટ્રસ્ટ બી/494, 1991થી નોંધાયેલ ટ્રસ્ટ છે. જે ટ્રસ્ટમાં બંધારણ મુજબ જાહેર જનતાની વચ્ચે ચૂંટણી કરવાની હોય તે કરવામાં આવતી નથી. તેની સામે યુનુસ જુણેજાએ મુસ્લીમ સમાજ વતી મુખ્યમંત્રી, કાયદાકીય વિભાગ તેમજ ગુજરાત રાજ્ય વકફ બોર્ડનું ધ્યાન દોરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે, 1992થી હાજી બાબુ જાનમહમદ પ્રમુખ હતા, તેમનુ અવસાન થતા ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવેલ નથી. છતાં પણ તેમના દિકરા યુસુફ ભાણુ (દલ) જે રેલવે ડિપાર્ટમેન્ટ કલાસ ફોર કર્મચારી છે, રેલવે ડિપાર્ટમેન્ટનો બ્રેઈન ટ્યુમરનુ તબીબી સર્ટિફિકેટ આપીને અનફીટ થયા. આ રીતે રેલવે સાથે પણ છેતરપિંડી કરવામાં આવી છે. 2019માં તેઓ સીધા જ પેઢી દર પેઢી હોય તેમ પોતાની પર્સનલ પોપર્ટી હોય તેમ અમુક આંગણી ઉંચી કરવાવાળા ટ્રસ્ટની મીલી ભગતથી 2019માં તેમના પિતાના અવસાન બાદ છેતરપિંડી કરીને પ્રમુખ બની ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *