રાજકોટના બેડીપરામાં સીતારામ રોડ બેચર મહારાજની શેરીમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા હિતેષ ધીરુભાઈ મેવાડા (ઉ.વ-37) એ પડોશમાં રહેતા સાગર તથા ભાવેશ મકવાણા વિરૂધ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવ્યું છે કે, તેઓ આજે સવારે 9:30 વાગ્યે માર્કેટિંગ યાર્ડમાં આવેલ ધારેશ્વર પેઢીની બાજુમા હતા ત્યારે આરોપીને ફરિયાદીના ભાઈ સાથેની જુની અદાવતનો ખાર રાખી લોખંડના પાઈપથી ડાબા હાથમાં તથા કડાથી માથાના ભાગે એક ટાકા જેટલી ઈજા કરી તેમજ ઢીકા-પાટુનો માર મારી શરીરના ભાગે મુઢ ઈજાઓ કરી હતી. જેથી પોલીસે ગુનો નથી માર મારનારાને શોધી કાઢવા માટે તપાસ શરૂ કરી છે.
અન્ય બનાવમાં રાજકોટમાં 19 વર્ષે યુવાન અને 50 વર્ષીય આધેડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જેમાં શહેરના અમુલ સર્કલ પાસે આંબેડકર નગર શેરી નંબર 3 માં રહેતા 19 વર્ષીય રોહીતભાઇ ભાડાના મકાનમાં કોઇ કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. જ્યારે અન્ય બનાવમાં શહેરના માયાણીનગરના ક્વાટરમાં બ્લોક નંબર-43માં રહેતા 50 વર્ષીય એયડા જયસુખભાઇ જીવણસાઇએ કોઈ કારણોસાર ગળાફાંસો ખાઇ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જોકે, તબીબે તેને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા.