રાજકોટ વરસાદી પાણીના સંગ્રહ માટે ખેતરમાં ખાડા કરવા JCB મશીન વિનામૂલ્યે આપશે

ગીરગંગા પરિવાર ટ્રસ્ટે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ટ્રસ્ટ વરસાદી પાણીના સંગ્રહ માટે ખેડૂતોને વિનામૂલ્યે JCB મશીન પૂરું પાડશે. ખેડૂતોએ આ સુવિધાનો લાભ લેવા માટે ટ્રસ્ટની કચેરીમાં રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.

ટ્રસ્ટે અત્યાર સુધીમાં વિવિધ જિલ્લાઓમાં 250થી વધુ ચેકડેમનું રિપેરિંગ કર્યું છે. આ ઉપરાંત નવા ચેકડેમ પણ બનાવ્યા છે. આ પ્રયાસોથી મોટા પ્રમાણમાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ રહ્યો છે. જેનાથી ખેડૂતોને આર્થિક ફાયદો થયો છે અને પશુ-પક્ષીઓનું જીવન પણ સરળ બન્યું છે.

ટ્રસ્ટે 11,111 ચેકડેમ અને 11,111 રિચાર્જ બોર બનાવવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ કાર્યમાં ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, કૌશિકભાઈ સરધારા અને શૈલેશભાઈ જાની સહિત અનેક ઉદ્યોગપતિઓ અને દાતાઓ જોડાયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *