થિયેટરોમાં ખાવા-પીવાની વસ્તુઓ સસ્તી થશે

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની 50મી બેઠક આજે એટલે કે 11 જુલાઈએ દિલ્હીમાં યોજાઈ હતી. GST કાઉન્સિલે ઓનલાઈન ગેમિંગ, ઘોડેસવારી અને કેસિનો પર 28% ટેક્સને મંજૂરી આપી છે. પહેલા તેના પર 18% ટેક્સ લાગતો હતો. આ સાથે ખાસ દવાઓ માટે ટેક્સમાં છૂટ આપવામાં આવી છે. કેન્સરની દવાઓ પર IGST દૂર કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે.

સિનેમા હોલમાં ખાણી-પીણીના બિલ પર GST ઘટાડવાની ભલામણને પણ મંજૂરી આપવામાં આવી છે. હવે આના પર 18% ને બદલે 5% GST લાગશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ ટૂંક સમયમાં મીડિયાને સંબોધશે.

આ સિવાય મૂવી ટિકિટ સાથે જો પોપકોર્ન અને ડ્રિંક્સ જેવી ખાદ્ય ચીજવસ્તુઓ મળીને વેચાતી હોય તો મૂળ ઉત્પાદન પ્રમાણે ટેક્સ વસૂલવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. થિયેટરોના માલિકો લાંબા સમયથી આની માગ કરી રહ્યા છે.

કેન્સરની દવા GST ફ્રી કરવા માંગ કરી હતી
કેન્સરની દવા પર ટેક્સ મુક્તિની માંગ પણ કરવામાં આવી હતી. ફિટમેન્ટ કમિટીએ જણાવ્યું હતું કે દવાની કિંમત 26 લાખ છે અને જેના માટે ક્રાઉડ ફંડિંગ દ્વારા નાણાં એકત્ર કરવામાં આવે છે તેને GSTના દાયરાની બહાર રાખવું જોઈએ. મંત્રી સમૂહે આ અંગે સહમતિ દર્શાવી હતી. હાલમાં આ દવા પર 12% GST વસૂલવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *