રાજકોટ એસટી વિભાગને રક્ષાબંધન ફળી

રાજકોટ એસટી વિભાગને રક્ષાબંધન ફળી હોય તેમ એક જ દિવસમાં 83 લાખની આવક થઈ છે. આ સાથે જ દૈનિક આવક અગાઉ જે 56 લાખની હતી. તેમાં એક જ દિવસમાં 27 લાખનો વધારો થયો હતો. 180 એક્સ્ટ્રા ટ્રીપ એસટી વિભાગ દ્વારા દોડાવવામાં આવી હતી. રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધવા માટે જતી હોય છે. ત્યારે તેમની સરળતા માટે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી હતી. જેના થકી આવકમાં વધારો જોવા મળ્યો હતો.

રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કલોતરાએ જણાવ્યું હતું કે, રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને રાજકોટ એસટી વિભાગ દ્વારા 180 એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવી હતી અને તેના થકી રક્ષાબંધનના માત્ર એક જ દિવસમાં રાજકોટ એસટી વિભાગની આવક 83 લાખ થઈ હતી. જે રેગ્યુલર એટલે કે દૈનિક આવક કરતા 27 લાખનો વધારો છે. રાજકોટ એસટી ડિવિઝનમાં દરરોજની 550થી વધુ ટ્રીપ દોડાવવામાં આવે છે. જેમાં મુસાફરોને સસ્તું ભાડુ અને સલામતી મળે છે. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધવા માટે જતી હોય છે. ત્યારે તેઓને એસ.ટી.ની સલામત સવારીનો લાભ મળે તે માટે રાજકોટ એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *