રાજકોટ ST વિભાગને AC બસ થકી પોણા ત્રણ કરોડ અને એક્સ્ટ્રા બસોથી 93.42 લાખની કમાણી

સલામત સવારી ગણાતી ST ટોપ ગિયરમાં છે. રાજકોટ ST વિભાગે ઉનાળું વેકેશન દરમિયાન એક્સ્ટ્રા બસો દોડાવીને સારી એવી આવકમાં વધારો કર્યો છે. આકરા તાપમાં STની AC બસમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે. રાજકોટ ST વિભાગે AC બસ થકી પોણા ત્રણ કરોડની આવક મેળવી છે તો એક્સ્ટ્રા બસોથી 93.42 લાખની કમાણી કરી છે.

STના વિભાગીય નિયામક જે. બી. કલોતરાએ જણાવ્યું હતું કે, રાજકોટ ST વિભાગની હેઠળ રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લો આવે છે. જ્યાં વેકેશન દરમિયાન મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે એક્સ્ટ્રા બસો મુકવામાં આવી હતી. જેનાં થકી ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઉનાળુ વેકેશનમાં થતી આવકમાં 137 ટકાનો વધારો જોવા મળ્યો છે. કારણ કે, વિભાગ દ્વારા નવા વાહનો ફાળવવામાં આવતા વધુ ટ્રીપો દોડાવી શક્યા છીએ અને તેથી જ આવકમાં વધારો થયો છે. જ્યારે વેકેશન દરમિયાન તમામ AC બસ થકી આવક પોણા 3 કરોડ થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *