માર્ચ એન્ડિંગ ચાલી રહ્યો છે અને નવા વર્ષની શરૂઆતમાં જ રાજ્ય સરકાર દ્વારા નવી જંત્રી લાગુ કરવામાં આવે તેવી પૂરતી શક્યતા છે ત્યારે દસ્તાવેજ નોંધણી માટે ભારે ધસારો થઇ રહ્યો છે અને તેના પરિણામે તમામ સબ રજિસ્ટ્રાર કચેરીમાં સ્લોટ ફૂલ થઇ જતા દસ્તાવેજ નોંધણી કરાવવા માગતા અરજદારો અને વકીલોમાં દેકારો બોલી ગયો છે જેના પરિણામે રાજકોટ રેવન્યૂ બાર એસોસિએશના સેક્રેટરી વિજય તોગડિયાએ આ મુદ્દે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.
તાત્કાલિક જે સબ રજિસ્ટ્રાર કચેરીમાં સ્લોટ ફૂલ થઇ ગયા હોય ત્યાં સ્લોટ વધારવા માગણી કરી છે. આ આખી પ્રક્રિયા હવે ઓનલાઇન થઇ ગઇ છે ત્યારે ભૂતકાળમાં કરેલી રજૂઆત મુજબ ગાંધીનગર બેઠેલા ઉચ્ચ અધિકારીઓએ જ સ્લોટ ખોલી દેવાની પ્રક્રિયા કરી નાખવી જોઇએ તેવો મત પણ તોગડિયાએ વ્યક્ત કર્યો હતો.