રાજકોટ ભાવનગર હાઇવે પર સરધારથી સુરાપુરા દાદાના દર્શન કરીને પરત આવતા પરિવારને અકસ્માત નડ્યો…હાઇવે પર ખારચિયા ગામ નજીક પૂરઝડપે આવતા ટ્રકે બાઈકને અડફેટમાં લીધું, ઘટનામાં પત્ની અને પુત્રીનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો
રાજકોટના પંચનાથ રીયલ હોમના હરેશભાઈ લાલજીભાઈ કિયાડા ઉ.વ 33 અને તેમના પુત્ર જય ઉ.વ 13નું મૃત્યુ થયું
પરિવારના મોભીનું અકાળે મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું.