રાજકોટ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના સેમિનાર યોજાયો

સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા રાજકોટમાં પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના પર એક સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન અને રાજકોટ એન્જીનીયરિંગ એસોસિએશન દ્વારા સંયુક્તપણે કરાયું હતું. એડિશનલ સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર, ગુજરાત સુદીપ્ત ઘોષના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સેમિનારમાં તેમણે જણાવ્યું હતું કે, આ યોજના દેશમાં રોજગાર સર્જન માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.

તેમણે કહ્યું કે, નવા કર્મચારીઓ અને નોકરીદાતાઓ બંનેને યોજનાનો લાભ મળશે. યોજના હેઠળ, ઈ.પી.એફ.ઓ. સાથે જોડાયેલા અને પહેલીવાર કામ કરતા કર્મચારીઓને 2 હપ્તામાં માસિક રૂ. 15,000ની સહાય મળશે. આ સહાય માટે રૂ. 1,00,000 સુધીનો પગાર ધરાવતા કર્મચારીઓ પાત્ર રહેશે. આ ઉપરાંત, કેન્દ્ર સરકાર ઓછામાં ઓછા 6 મહિનાથી 2 વર્ષ સુધી રોજગાર આપનારા નોકરીદાતાઓને દરેક નવા કર્મચારી દીઠ દર મહિને રૂ. 3,000 સુધીનું પ્રોત્સાહન પૂરું પાડશે. ઉત્પાદન ક્ષેત્ર માટે સહાય 3જા અને 4થા વર્ષ સુધી લંબાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *