કોઠારીયા રોડ પર ન્યુ સાગર સોસાયટી શેરી નં.4માં રહેતા ઇમિટેશનના કારીગર ઇમરાન યુનુસભાઇ ધાનાણી(ઉ.વ.34) નામના યુવાને સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ઇન્સ્ટાગ્રામ પર ઇમરાન કસીશ નામના આઇડીનો ઉપયોગ કરે છે. જુન 2024 માં તેને માસીયાઇ ભાઇ ઇર્શાદ ડાંગસીયાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે,મારી ઇન્સ્ટાગ્રામ આઇડી પર અજાણી આઇડી ઇરફાન 0000 પરથી રિકવેસ્ટ આવી હતી જે આઇડીમાં તારો અને તારી ગર્લફ્રેન્ડનો ફોટો રાખેલ હતો.
જેથી મેં રિકવેસ્ટ સ્વીકારતા તારો ફોટો પોસ્ટ કરી તેમાં બિભત્સ શબ્દો લખ્યા હતાં. જેથી યુવાને ચેક કરતા કોઇ શખસે ફેક આઇડી બનાવી તેમાં યુવાનની જાણ બહાર તેનો અને તેની ગર્લફ્રેન્ડનો ફોટો પ્રોફાઇલ એકાઉન્ટમાં રાખી તે ફોટો પોસ્ટ કરી તેમજ ફોરવર્ડ કર્યો હતો અને બિભત્સ શબ્દો લખ્યા હતાં. આમ કોઇ અજાણી વ્યકિતીએ ઇન્સ્ટાગ્રામ પર ઇરફાન 0000 નામની ફેક આઇડી બનાવી યુવાન અને તેની ગર્લફ્રેન્ડનો ફોટો મુકી યુવાનના સંબંધીઓને આ ફોટો મોકલી બિભત્સ લખાણ લખ્યું હોય જેથી યુવાને આ અંગે સાઇબર ક્રાઇમ હેલ્પ લાઇનમાં અરજી કર્યા બાદ આ બાબતે ફરિયાદ કરતા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આઇટી એકટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.