રાજકોટ પેઈન્ટરના પુત્રએ ધોરણ 10માં 99.99 પર્સેન્ટાઈલ મેળવ્યા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લામાં 39768 વિધાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 39212 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજકોટ જિલ્લાનુ 87.19 ટકા પરિણામ જાહેર થયું છે. જેથી વિધાર્થીઓમાં ખુશીનો માહોલ જૉવા મળી રહયો છે. આ વચ્ચે રાકનું રતન સ્વરૂપ કિસ્સાઓ સામે આવ્યા છે. દિવ્યાંગ દંપતિના પુત્રે ધોરણ 10 માં 99.99 પર્સન્ટાઈલ મેળવ્યા છે. ઘરકામ કરતા માતાની દીકરીએ 99.48 ટકા મેળવી માતાપિતાનુ સપનું પૂર્ણ કર્યું છે. વિદ્યાર્થીઓએ આ સફળતા કઈ રીતે હાંસલ કરી તે અંગે ભાસ્કર સાથે વાતચીત કરી હતી.

વિદ્યાર્થી સમીર ગોહેલે જણાવ્યું હતું કે મારે ધોરણ 10 માં 99.99 પીઆર આવ્યા છે. મારું સ્વપ્ન તો IIT મુંબઈમાં ભણવાનું છે. જીવનમાં વધુ સફળતા પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો ચાલુ રહેશે. જ્યારે માતા પુષ્પાબેન ગોહિલે જણાવ્યું હતું કે મારા પતિ જીતેન્દ્રભાઈ કારખાનામાં પેઇન્ટર તરીકે મજૂરી કામ કરે છે અને અમે બંને દિવ્યાંગ છીએ. પગમાં 45 ટકા દિવ્યાંગતા છે. ખૂબ જ મહેનત કરી અમે અમારા પુત્રને ભણાવ્યો છે. જેના કારણે ખૂબ જ સારું પરિણામ તે લાવ્યો છે. જેનાથી અમે ખૂબ જ ખુશ છીએ.

ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. જેમાં રાજકોટના વિદ્યાર્થીઓએ ખુબ સારો પ્રભાવ પાડ્યો છે. આ વર્ષે રાજકોટના સામાન્ય ઘરોમાંથી આવતા વિદ્યાર્થીઓએ બાજી મારી છે. જેમાં રાજકોટમાં રહેતી સાક્ષી પારેખ કે જેને 99.48 PR મેળવ્યા છે. જેનું કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયર બનવાનું સ્વપ્ન છે. તેમનાં માતા પ્રિતીબેન ઘરે – ઘરે કામ કરવા જાય છે. જ્યારે પિતા જીજ્ઞેશભાઈ સોનીકામ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *