રાજકોટ સહિત રાજ્યભરની મહાનગરપાલિકાઓને ચાલુ વર્ષે ગ્રાન્ટને લઈને ઈંતેજારી હતી કારણ કે નવું નાણાકીય વર્ષ ચાલુ થયું ત્યારે ચૂંટણીની આચારસંહિતા અમલી હતી જેથી નવા કામો જાહેર કરી શકાતા ન હતા અને તેવી જ રીતે ગ્રાન્ટ પણ આપી શકાય તેમ ન હતી. જોકે ચૂંટણી પૂરી થતાં જ મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા વિવિધ પાલિકાઓને ગ્રાન્ટ આપવામાં આવી છે. રાજ્યની મહાનગરપાલિકાઓને કુલ 2111 કરોડની રકમ અપાઈ હતી જે પૈકી રાજકોટ મહાનગરપાલિકાને 148 કરોડ રૂપિયા અપાયા છે આ રકમ માળખાકીય કામો માટે ખર્ચ થશે.