રાજકોટ મનપાએ વોર્ડ નંબર 4 અને 18માં દબાણો પર બુલડોઝર ફેરવી 61.82 કરોડની જમીન ખુલ્લી કરી

રાજકોટમાં ફરી એકવાર સરકારી જમીનો પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે મનપાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ઈસ્ટ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોનો કડૂસલો બોલાવવામાં આવ્યો હતો. જેમાં વોર્ડ નંબર 4 અને 18માં થયેલા ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવી 61.82 કરોડની 16,737 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ મનપાનાં પૂર્વ ઝોનમાં આવેલ વોર્ડ નં.4 અને વોર્ડ નં. 18માં ટી.પી.સ્કીમના અનામત પ્લોટમાં ગેરકાયદેસર દબાણો દુર કરવા ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ડિમોલીશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ડિમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા (ઇસ્ટ ઝોન)નો તમામ સ્ટાફ, રોશની શાખા, દબાણ હટાવ શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ફાયર અને ઇમરજન્સી વિભાગ, બાંધકામ શાખા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય અને અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *