રાજકોટ મહાનગરપાલિકાએ “કરવું હોય તો બધું થાય” કહેવતને સાર્થક કરતા એક પ્રશંસનીય પગલું ભર્યું છે. અગાઉ પાણીના ટાંકાની સફાઈ માટે પાણી વિતરણ બંધ રાખવાની ફરજ પડતી હતી, જેને કારણે જુદા જુદા વિસ્તારોમાં પાણીકાપ મૂકવો પડતો હતો. જોકે, હવે મનપા દ્વારા પાણીનું વિતરણ ચાલુ રાખીને બેડી ફિલ્ટર પ્લાન્ટ ખાતે શટડાઉન વિના Clarifierની સફાઈ કરાઈ હતી. તેમજ સ્ક્રેપિંગ-બ્રશિંગથી કચરો દૂર કરાયો હતો. અને સૌથી અગત્યની વાત એ છે કે, આ દરમિયાન પણ પાણીનું વિતરણ રાબેતા મુજબ ચાલુ રહ્યું હતું, જેનાથી શહેરીજનોને ભારે રાહત થઈ છે. આ સફળ કામગીરી બાદ ભવિષ્યમાં પણ મનપા આવા કાર્યો પાણી વિતરણ ચાલુ રાખીને જ કરે તેવી શક્યતા છે.
અન્ય સમાચાર તારીખ 5 જૂન 2025 વિશ્વ પર્યાવરણ દિવસના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશ્વ કક્ષાએ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવા “Ending Plastic Pollution Globally” વિષય પર પ્લાસ્ટિક નાબૂદી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં તારીખ 22થી 27 જૂન સુધી પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા વિવિધ એક્ટિવિટી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત રાજકોટના લોકોને પ્લાસ્ટિક ખુલામાં ન નાખવા અને લેન્ડફિલ સાઇટ જતું અટકાવવા શપથ લેવડાવવામાં આવી હતી. તેમજ સિંગલ યૂઝ પ્લાસ્ટિક હોટપોસ્ટ વિસ્તારમાંથી પ્લાસ્ટિક દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો વપરાશ કરતાં યુનિટ, શોપ પર તપાસ કરી પ્લાસ્ટિક જપ્ત કરવાની અને વહીવટી ચાર્જ વસૂલાત કરવાની કામગીરીની સાથે રાંદરડા તળાવ ખાતે સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તેમજ સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા તેમજ તેની જગ્યા પર વિકલ્પ બીજી રિસાયકલ થાય શકે તેવી વસ્તી જેમકે કાપડની બેગ, ગ્લાસસની બોટલ, બામ્બુમાંથી બનાવેલી વસ્તુ, સ્ટીલ વસ્તુની વપરાશ કરવા લોકોમાં જન જાગૃતિ આવે તેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.