રાજકોટમાં નવરાત્રિનો પ્રારંભ થયો છે, ત્યારે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ફૂડ શાખાની ટીમ દ્વારા મીઠાઇની દુકાનો તેમજ ઉત્પાદકોને ત્યાં દરોડા પાડવાનું શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે આજે મવડીમાં પટેલ સ્વીટ્સ ઉત્પાદક પેઢીને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.
ફૂડ સેફ્ટી ઓફિસર કેતન રાઠોડે જણાવ્યું હતું કે, નવારત્રિનો પ્રારંભ થયો છે, ત્યારે નવરાત્રિ તેમજ દશેરાને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા છેલ્લા બે દિવસથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં મીઠાઈના યુનિટોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં મીઠાઈ ઉપરાંત પનીર, ઘી, દૂધ અને દૂધની બનાવટમાંથી બનતી ખાદ્ય ચીજવસ્તુઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એટલે કે, તેના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જેમાં મીઠાઈ અને મોળા માવાના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. અર્વાચીન રાસોત્સવમાં ફૂડ લાઇસન્સ આપવામાં આવ્યા છે. ઠંડા પીણા અને પાણીના સ્ટોરેજ અંગે તપાસ કરવામાં આવશે.