અમેરિકા 1100 વિદ્યાર્થીને ભારત પાછા મોકલી દેશે

1100 ભારતીય વિદ્યાર્થીઓનું અમેરિકન ડ્રીમ ખતમ થઇ જશે. એક લાખ રૂપિયા સુધી આપીને ભારતમાં હોટલ રૂમથી બનાવટી રીતથી ટોફેલ, આઇલ્સ અને જીઆરઆઇ પરીક્ષા પાસ કરીને અમેરિકાની બે ડઝન પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં પ્રવેશનો ભાંડો ફૂટતા આ વિદ્યાર્થીઓને હવે ડિપોર્ટ કરાશે. આ પરીક્ષા વિદેશમાં એડમિશનની પાત્રતા માટે હોય છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ ગુજરાતના હોવાથી FBI ટીમ જશે. ટેક્સાસ, ન્યૂયોર્કની લગભગ 2 ડઝન યુનિવર્સિટીએ પણ બનાવટી રીતે પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરી છે. આ બધા જ વિદ્યાર્થીઓ છેલ્લા 1 વર્ષથી અમેરિકામાં અભ્યાસ કરે છે.

સ્પાય કેમેરા, બ્લુટૂથ કીબોર્ડથી જવાબ
પરીક્ષામાં હાઇટેક રીતે ફ્રોડ કરાયું હતું. વિદ્યાર્થીઓ માટે હોટલના રૂમ બુક કરાવ્યા અને તેને ઘરનું રૂપ અપાયું હતું. જે પણ ઑનલાઇન સવાલ આવતા હતા ત્યારે વિદ્યાર્થીઓના લેપટોપની નીચે લગાવાયેલા સ્પાય કેમેરાથી તેને જોઇને બીજા રૂમમાં બેઠેલી વ્યક્તિ બ્લૂ ટૂથ કીબોર્ડથી વિદ્યાર્થી તરફથી જવાબ લખતો હતો. પરીક્ષા દરમિયાન અમેરિકાના ઇન્વિજિલેટરને શંકા ન જાય તે માટે વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન માત્ર ટાઇપિંગ કરવાનું નાટક કરવાનું કહેવામાં આવ્યું હતું.

ઇમિગ્રેશનના નામે અલગથી વસૂલાત
વડોદરા અને સુરતથી પ્રવેશનું રેકેટ ચલાવનારા મહેશ્વરા, ચંદ્રશેખર અને સાગર હિરાનીએ ‘વૉઇસ ઑફ ઇમિગ્રેશન’ નામથી વેબસાઇટ લૉન્ચ કરી હતી. વિદ્યાર્થીઓને ટોફેલ, જીઆરઇ અને આઇલ્સમાં 90% સુધી માર્ક્સ અપાવ્યા. ઇમિગ્રેશન ડીલ પણ કરાતી હતી. વિદ્યાર્થીઓને યુએસમાં પીઆરનો વાયદો કરાતો હતો. તેના માટે અલગ પૈસા વસૂલાતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *