મેટોડા જીઆઈડીસી ગેઈટ નંબર-3માં આવેલી ગેલ હાઈટ્સ નામની બિલ્ડિગમાં રહેતા અને મૂળ નેપાળી યુવક બસંત લાલબહાદુર ઠાકુર તેના સબંધી પાસેથી રૂપિયા લઈને પરત આવતો હોય તે દરમિયાન તે એક રિક્ષામાં બેઠો હતો જેમાં પાછળની સીટે બેઠેલા બે શખસોએ યુવકની નજર ચૂકવી તેના ખિસ્સામાં રહેલા 78,000 સેરવી લીધા હોવાની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે તપાસ કરતા સ્ટાફે મળેલી બાતમીના આધારે કણકોટ પાસે આવેલા પાટીદાર ચોક નજીક રિક્ષા સાથે આરોપી સોહિલસા નજીરશા ઉર્ફે ભીખુભાઈ રફાઈ ફકીર (ઉ.વ.32), સમીરશાહ સુલતાનશાહ પઠાણ (ઉં.વ.28), ભરત મૂળજીભાઈ ચંદ્રપાલ (ઉં.વ.29)ની ધરપકડ કરી 90,000 રોકડ તેમજ રિક્ષા અને મોબાઈલ સહિત 1.46 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન
રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન
ઝડપાયેલ ત્રણેય આરોપીઓ 15-20 દિવસ પૂર્વે રીક્ષા લઈને અજમેર ગયા હતા ત્યારે પણ એવી જ રીતે અમદાવાદથી 25 કિલોમીટર આગળ એક વ્યક્તિને રીક્ષામાં બેસાડી 6000 સેરવી લીધા હોવાની કબૂલાત આપી હતી. ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપી સમરશાહ પઠાણ અગાઉ હત્યાના ગુન્હામાં જ્યારે ભરત ચંદ્રપાલ દુષ્કર્મના ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.