રાજકોટની યુવતી પર સુરતના ડોક્ટરે દુષ્કર્મ આચર્યું!

રાજકોટમાં રહેતી અને નર્સ તરીકે સેવા આપતી એક યુવતી પર સુરતના પરિણીત તબીબે દોઢ મહિના પૂર્વે બે વખત દુષ્કર્મ આચર્યું હતું. ભોગ બનેલી યુવતી આ અંગે મહિલા ડીસીપી પાસે ફરિયાદ નોંધાવવા ગઇ તો તેને આંચકાજનક અને શરમજનક જવાબ મળ્યો હતો કે, પુરાવા આપો તો જ ફરિયાદ નોંધીશ અન્યથા માત્ર છેડતીનો ગુનો દાખલ કરવામાં આવશે. પિતાને સાથે લઇને ફરિયાદ કરવા ગયેલી યુવતીને વિશ્વાસ હતો કે તેની ફરિયાદ નોંધાશે અને દુષ્કર્મ આચરનાર સુરતના તબીબ સામે કાનૂની રાહે પગલાં લેવાશે પરંતુ આવું ન થયું. આ મામલે બે વખત આપઘાતનો પ્રયાસ પણ યુવતીએ કર્યો હતો. જોકે મિત્રએ આપેલી હિંમત બાદ પોલીસ મથક તો ગઇ જોકે ત્યાંથી પણ નિરાશા સાંપડી હતી ત્યારે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે આ યુવતીને ન્યાય અપાવવા કાનૂની રાહ અપનાવવો આવશ્યક છે.

શહેરમાં રહેતી યુવતીએ પોલીસને કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે, દોઢ મહિના પૂર્વે પોતે રાજકોટમાં ફરજ પર હતી ત્યારે સુરતમાં રહેતા બાળરોગ નિષ્ણાત ડોક્ટર રિતેશનો ફોન આવ્યો હતો કે, મારે તારું કામ છે, તું મને મળ, જોકે ના પાડવા છતાં પોતાના ફોટા અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી મળવા માટે મજબૂર કરી હતી, પોતે રિતેશની કારમાં બેસી ગયા બાદ તે ન્યારી ડેમ પાસેની અવાવરું જગ્યાએ લઇ ગયો હતો અને ધમકી આપીને કારમાં જ દુષ્કર્મ આચર્યું હતું, ત્યારબાદ 150 ફૂટ રિંગ રોડ પર ઉતારીને જતો રહ્યો હતો.

આ અંગે લેખિતમાં અરજી કરી ઉચ્ચ પોલીસ અધિકારીને રજૂઆત કરતા મહિલા ડીસીપી પૂજા યાદવને મળવા જણાવ્યું હતું. આથી પોતે ડીસીપી યાદવને મળીને પોતાની સાથે થયેલી હકીકત વર્ણવી હતી આ સમયે મહિલા પોલીસ મથકના પીઆઇ મોર પણ ત્યાં હાજર હતા. પોતાની વાત સાંભળ્યા બાદ પુરાવા હોય તો આપો અન્યથા માત્ર છેડતીની ફરિયાદ લેવાની વાત કરીને યુવતીને રવાના કરી દીધી હતી. પોલીસે ન્યાય નહીં અપાવતા મીડિયા સમક્ષ યુવતીને આવવાની ફરજ પડી હતી. ત્યારે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે આ યુવતી સાથે જો દુષ્કર્મ થયું હોય અને તેણે કહેલી હકીકત સત્ય હોય તો ન્યાય અપાવવો જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *