રાજકોટ મેઘાલય ક્રિકેટ એસો.માં સિલેક્ટર છું કહી છેતરપિંડી

ગુજરાતમાં નકલીની બોલબાલા વચ્ચે રાજકોટથી ક્રિકેટ ટીમનો નકલી સિલેક્ટર સામે આવ્યો છે. મૂળ કચ્છ-ભૂજનો અને હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PHDનો અભ્યાસ કરતા ખેલાડીએ મેઘાલય ક્રિકેટ એસોસિએશનનો સિલેક્ટર છું. તમારા બાળકોને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમવા મળશે. હાલ માત્ર એર ટિકિટના નાણા જ આપવા પડશે તેમ કહીં ગોંડલના મામલતદાર સહિત 5 લોકો સાથે રૂ. 90 હજારની છેતરપિંડી આચરી હતી. જેવો આક્ષેપ કરતી અરજી વેપારી મેહુલ ધોળકિયા દ્વારા રાજકોટ પોલીસ કમિશનર સમક્ષ કરવામાં આવી છે. જ્યારે મહેસાણામાં પણ આ જ વ્યક્તિ દ્વારા 40 લાખની છેતરપિંડી આચરી હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

મેહુલ ધોળકિયાએ જણાવ્યું હતું કે, 18 ફેબ્રુઆરીના રોજ પ્રજ્ઞેશ ગઢવીનો મને ફોન આવ્યો હતો કે, રાજકોટમાંથી ક્રિકેટના ખેલાડીઓને અન્ડર – 14, 16, 19 અને 23 એઇજ કેટેગરીમાં સિલેક્શન કરી મેઘાલય ક્રિકેટ બોર્ડમાં લઇ જવાના છે. જ્યાંથી તેઓને નેપાળ અને ભૂતાનમાં રમાડવામાં આવશે. આ સાથે જ પ્રજ્ઞેશે રૂ. 14,700 ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. જે નાણા એર ટિકિટના આપવાના હોવાનું જણાવ્યું હતું. બાદમાં તે પૈસા રિફંડ આપી દેવામાં આવશે તેવી વાત કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *