ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા-2025 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 92.59% પરિણામ જાહેર થયું છે. તેમાં સૌથી ઉંચુ પરિણામ ગોંડલ કેન્દ્રનું 96.60% પરિણામ જાહેર થયું છે. આ જ રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રાજકોટ જિલ્લાનું પરિણામ 93.66% જાહેર થયું છે, જેમાં સૌથી વધુ વાંગધ્રા કેન્દ્રનું 100% પરિણામ જાહેર થયું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 86 વિદ્યાર્થીએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 841 વિદ્યાર્થીએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
ધો.12 સાયન્સમાં રાજકોટમાં ગોંડલ કેન્દ્રનું સૌથી વધુ 96.60% પરિણામ રાજકોટ જિલ્લાનું પરિણામ 92.59% રહ્યું છે. કેન્દ્ર વાઈસ પરિણામોમાં ધોરાજીનું 96.03%, ગોંડલનું 96.60%, જેતપુરનું 87.25%, રાજકોટ પૂર્વનું 87.06%, રાજકોટ પશ્ચિમનું 92.46%, જસદણનું 84.97%પરિણામ આવેલ છે. રાજકોટમાંથી 7346 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, જેમાંથી 7337 ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. કુલ 6784 ઉમેદવારો ઉત્તીર્ણ થઈને પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઠર્યા છે. રાજકોટ જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડ 86 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડ 969 વિદ્યાર્થીએ પ્રાપ્ત કર્યા છે. B1 ગ્રેડ 1751 વિદ્યાર્થી અને B2 ગ્રેડ 1680 વિદ્યાર્થીએ પ્રાપ્ત કર્યા છે.