આર્થિક ખેંચથી કંટાળી ડિલિવરી બોયનો આપઘાત

પોપટપરામાં આવેલી રઘુનંદન સોસાયટીમાં રહેતા આદિત્ય દિનેશભાઇ સોલંકી (ઉ.વ.21)એ રવિવારે સવારે પોતાના ઘરે છતના હૂક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. પ્રદ્યુમનનગર પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આદિત્ય એક બહેનનો એકનો એક ભાઇ હતો અને તે ડિલિવરી બોય તરીકે ફૂડ પાર્સલ આપવાનું કામ કરતો હતો. મર્યાદિત આવક હોવાને કારણે આદિત્ય આર્થિક સંકડામણ અનુભવતો હતો. રવિવારે સવારે તેના માતાપિતા સંબંધીના ઘરે જમવા ગયા હતા અને આદિત્ય પણ ત્યાં જમીને માતાપિતાને લઇને પરત આવવાનો હતો.

બપોર થવા છતાં તે ત્યાં નહીં પહોંચતા તેના પિતાએ ફોન કર્યો હતો પરંતુ ફોન રિસીવ થયો નહોતો. પાડોશમાં રહેતા મહિલાને તપાસ કરવાનું કહેતા તે ત્યાં જતાં જ આદિત્યનો લટકતો દેહ જોવા મળ્યો હતો. આર્થિક ખેંચથી કંટાળી યુવકે પગલું ભરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *