રાજકોટ મનપા દ્વારા 2023માં 122 ક્લાર્કની ભરતીઓ જાહેર કરવામાં આવી હતી. જેમાં મનપાને કુલ 60,521 જેટલી અરજીઓ મળી હતી. કલાર્કની ભરતી માટેની પરીક્ષાની તારીખ અંતે દોઢ વર્ષ બાદ જાહેર કરવામાં આવી છે. આગામી તારીખ 4 મેનાં રવિવારે મનપા દ્વારા અંદાજીત 125 કેન્દ્રો ઉપર આ પરીક્ષા લેવામાં આવનાર છે. કુલ 100 માર્ક્સની પરીક્ષા રહેશે. જે પરીક્ષાનો સમય સવારે 11 કલાકથી 12.30 કલાક સુધીનો રહેશે. આ પરીક્ષા માટેના કોલલેટર મનપાની વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ કરવાના રહેશે.
મહાનગરપાલિકાની જુદા-જુદા સંવર્ગોની ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રાપ્ત વિગત મુજબ, વર્ષ 2023માં મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા સંવર્ગોની ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જેમાં જુદી-જુદી શાખાઓમાં જુનિયર ક્લાર્ક સંવર્ગની ખાલી જગ્યાઓ ભરવા માટે આગામી તા.4-5-2025 રવિવારનાં રોજ લેખિત પરીક્ષા લેવામાં આવનાર છે. આ લેખિત પરિક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે અને એમસીક્યુ પ્રકારનાં કુલ 100 માર્ક્સની પરીક્ષા રહેશે. જે પરીક્ષાનો સમય સવારે 11 કલાકથી 12.30 કલાક સુધીનો હશે.
લાંબા સમય બાદ મનપામાં વધુ એક મોટી ભરતી મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ આ લેખિત પરીક્ષાના કોલલેટર રાજકોટ મહાપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પરથી રિક્રૂટમેન્ટ સેક્શનમાંથી ડાઉનલોડ કરવાનાં રહેશે. જે અંગેની જાણ ઉમેદવારોને મોબાઈલ મેસેજ મારફતે પરીક્ષા સમય પહેલા કરવામાં આવશે. તેમજ પરીક્ષા કેન્દ્રોની જાણકારી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ રીતે લાંબા સમય બાદ હવે મનપામાં વધુ એક મોટી ભરતી પરીક્ષાની તૈયારીઓ શરૂ થઇ છે.