રાજકોટ એરપોર્ટ આજથી ધમધમશે, મુંબઈ-દિલ્હી સહિત 7 ફ્લાઈટ ઊડશે

12 મેથી રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરૂ કરાયા બાદ બુધવારે પહેલીવાર ઈન્ડિગોની મુંબઈ અને દિલ્હીની બે ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવી હતી. હવે આજથી દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લોર, ગોવા સહિત કુલ 7 ફ્લાઈટનું ઓપરેશન શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. જોકે એર ઇન્ડિયાની ફ્લાઈટ હજુ ક્યારથી શરૂ થશે તે હજુ અનિશ્ચિત છે. ગુરુવારે પણ એર ઇન્ડિયાની ફ્લાઈટ હજુ ઓપરેટ નહીં થવાની હોવાનું જાણવા મળ્યું છે.

અગાઉ સ્થિતિ કાબૂમાં આવતા 12મી મેથી જ એરપોર્ટ કાર્યરત કરી દેવાયું હતું. જોકે 12 અને 13 મે બે દિવસ રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એકપણ ફ્લાઈટ ઉતરાણ કે ઉડાન ભરી શકી ન હતી. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી મંગળવારે ઇન્ડિગોની રાજકોટથી મુંબઈની 1 ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી. જ્યારે એર ઇન્ડિયાની મુંબઇ અને દિલ્હીની ફ્લાઇટ રદ કરવામાં આવી હતી, જોકે બુધવારે ઈન્ડિગોની મુંબઈ અને દિલ્હીની ફ્લાઈટ ઓપરેટ થઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *