રાજકોટ 400 મહેસૂલી કર્મચારીઓ 1દિવસની માસ CL પર

ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશ અનુસાર આજે રાજકોટ જિલ્લાના 400 જેટલા મહેસુલી કર્મચારીઓ માસ CL ઉપર ઉતરી ગયા છે. ગુજરાત રાજ્યમાં 30 મહેસુલી કર્મચારીઓ એવા છે કે જેમને બદલી માંગી નહોતી છતાં તેમની બદલી કરી નાખવામાં આવી અને રાજ્યમાં અંદાજે 200 કર્મચારીઓ એવા છે કે જેઓ જિલ્લા ફેર બદલીની માગ કરી રહ્યા છે છતાં સરકાર દ્વારા બદલી કરવામાં આવી નથી. આ સાથે જ પ્રમોશન માટેની પરીક્ષા પણ લેવામાં આવતી નથી. જેને લઈને આજે એક દિવસની માસ CL રાખવામાં આવી છે. જેને કારણે ઇ-KYC સહિતની રેવન્યુની કામગિરી અટકી પડી છે.

મહેસુલી કર્મચારીઓ 1 દિવસની માસ CL પર રાજકોટ મહેસુલી કર્મચારી મહામંડળના પ્રમુખ કિરીટસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના મહેસુલી કર્મચારીઓના અલગ અલગ પ્રશ્નો માટે સરકારને અગાઉ રજૂઆત કરવામાં આવી છે. જે બાબતે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં ન આવતા આજે રાજકોટ સહિત રાજ્યના તમામ એક દિવસની માસ CL ઉપર ઉતરી ગયા છે. જિલ્લા ફેર બદલીની મુખ્ય માગ છે, કર્મચારીઓના પ્રમોશન થયા નથી.

રાજકોટ જિલ્લાની તમામ પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીના 400 જેટલા મહેસુલી કર્મચારીઓ આજે માસ CLમાં જોડાયા છે. આ મુદ્દે અગાઉ બે વખત સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય મહામંડળ દ્વારા આગામી સમયમાં હડતાલ પાડવાનો નિર્ણય કરવામાં આવશે તો તેનું અમલીકરણ રાજકોટ જિલ્લા દ્વારા પણ કરવામાં આવશે. આજે રાજકોટ જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવેલું છે અને તેના મારફત રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે. હાલ મહેસુલી કર્મચારીઓ માસ CL ઉપર ઉતરી ગયા હતા. ખાસ તો e-KYCની કામગીરી અટકી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *