ડ્રગ્ઝ સામે જાગૃતિ લાવવા 16,560 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવ્યો

આટકોટના યુવાનોની અનન્ય સાહસિકતા
ભારત આજે વિશ્વનો સૌથી વધુ યુવાધન ધરાવતો દેશ બની ગયો છે. જેમાં ઐતિહાસિક સમયથી ભારત નિર્માણમાં ગુજરાતીઓની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. ત્યારે ગુજરાતીઓએ વધુ એક સાહસિકતા દેખાડી ભારત નિર્માણમાં પોતાની ભૂમિકા ભજવી છે. જેમાં જસદણ તાલુકાના આટકોટ ગામના હર્ષલ ગોહેલ સહિત અન્ય 11 સાહસિક યુવાની ટીમ દ્વારા ખુબ મુશ્કેલ ગણાતા પીર પંજાલ રેન્જ સ્થિત હિમાચલમાં આવેલા માઉન્ટ જગતસુખ કે જેની ઊંચાઈ 16,560 ફૂટ છે. જેમાં દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરી ગુજરાતના યુવાનોની ટીમે સફળતાપૂર્વક આરોહણ કરીને તેના પર તિરંગો લહેરાવ્યો હતો. આ તકે તમામ યુવાનોએ નો ડ્રગ્સ અવરનેસનો સંદેશ આપ્યો હતો.

આ 12 સાહસિક યુવાનની ટીમમાં આટકોટના હર્ષલ ગોહેલ ઉપરાંત ભાવેશ બાંભણીયા, ભાવિન ગોહિલ, સમર્થ વાછાની, વિશુ બલર, હરિન વસાર, ધ્રુવ પટેલ, વેદાંત ધોળકીયા, દેવાંશ રાવલ, સાગર જસાણી, સાગર ફળદુ, યશ આહુજા નામના યુવાનોએ ત્રિરંગો લહેરાવી દેશનું ગૌરવ વધાર્યું હતું. ઈઇન્વિન્સિબલના આ 12 પર્વતારોહકોનું નો ડ્રગ્સ અવરનેસ અભિયાન ખૂબ જ પ્રશંશનીય રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *