શાપર વેરાવળ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ

રાજકોટ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અલગ અલગ વિસ્તરમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે જસદણ બાદ આજે કોટડા સાંગાણી તાલુકાન શાપર વેરાવળ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો અને રસ્તા પરથી પાણીની નદીઓ વહેવા લાગી હતી. કોટડાસાંગાણી તાલુકાના શાપર વેરાવળમાં અસહ્ય ઉકળાટ બાદ બપોરે વાતાવરણમાં અચાનક પલટો આવતા કાળા ડીબાંગ વાદળો છવાયા હતા. અસહ્ય ઉકળાટ બાદ અચાનક ભારે પવન સાથે વરસાદનું આગમન થતા ગરમીમાં પણ થોડી રાહત શહેરીજનોને મળી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં પણ આજે સાંજના સમયે ભારે પવન સાથે વરસાદી વાતાવરણ છવાયું હતું પરંતુ માત્ર વરસાદી છાંટા અમુક વિસ્તારોમાં પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *