મહાદેવ ઓનલાઇન બેટિંગ કેસમાં વધુ હવાલા મળતાં એપ પ્રમોટર્સના અમદાવાદ સહિત રાજ્યમાં 15 સ્થળ પર દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ બુધવારે વહેલી સવારથી મહાદેવ ઓનલાઇન બેટિંગ એપના પ્રમોટરોના અમદાવાદ સહિત વિવિધ રાજ્યોમાં આવેલા 15 સ્થળે દરોડા પાડ્યા હતા. મહાદેવ ઓનલાઇન સટ્ટાબાજી એપ્લિકેશન સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે EaseMyTripના સ્થાપક નિશાંત પિટ્ટીના પરિસર સહિત અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા હતા.

એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ED)એ બુધવારે મહાદેવ ઓનલાઇન બેટિંગ એપ સાથે જોડાયેલી પૈસાની હેરાફેરીના કેસમાં અમદાવાદ સહિત 15 સ્થળે દરોડા કાર્યવાહી શરૂ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દિલ્હીની સાથે મુંબઈ, ચંડીગઢ, અમદાવાદ, ઈન્દોર, જયપુર, ચેન્નઈ અને સંભલપુર (ઓરિસ્સા) સહિત વિવિધ શહેરોમાં આ દરોડા પાડવામાં આવ્યા છે.

ઈડીની ટીમોએ EaseMyTripના સ્થાપક અને ચેરમેન નિશાંત પિટ્ટીના રહેઠાણ પર પણ તપાસ કરી છે. આ કેસ અગાઉ પણ ચર્ચામાં રહ્યો હતો, જ્યારે ઈડીએ દાવો કર્યો હતો કે છત્તીસગઢના ઘણા રાજકીય નેતાઓ અને અધિકારીઓ આ ગેરકાયદે બેટિંગ ઓપરેશન અને તેના થકી થતા નાણાકીય લેવડદેવડમાં સંડોવાયેલા હોવાનું અનુમાન છે. ઇડીએ કહ્યું છે કે, મહાદેવ ઓનલાઇન બેટિંગ એપ ગેરકાયદે સિન્ડિકેટ છે, જે નવા યુઝર્સને રજિસ્ટર કરાવવા, યુઝર આઈડી બનાવવાની અને બેનામી બેંક ખાતાં મારફતે કાળી કમાણી સફેદ કરવાની પ્રવૃત્તિઓ ચલાવે છે. મહત્ત્વનું છે કે, એપના મુખ્ય પ્રમોટર્સ સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ છત્તીસગઢના વતની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *