રાજકોટની માહી ફૂડ પ્રોડક્ટ્સમાં દરોડો

રાજકોટ મનપા દ્વારા અખાદ્ય પદાર્થોનું વેંચાણ રોકવા માટે સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે મનપાનાં ફૂડ વિભાગની ટીમો દ્વારા વાવડી પાસે આવેલ માહી ફૂડ પ્રોડક્ટ્સ ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 750 કિલો ફરસાણ સહિત અખાદ્ય હોય તેવો કુલ 1390 કિલો જથ્થો મળી આવતા તમામ જથ્થો કબજે લઈ સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ ચકરી અને મરચા પાઉડરનાં નમુના લઈને પેઢીને હાઇજેનિક કંડીશન જાળવવા માટેની નોટિસ ફટકારી હતી.

સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ગામ વાવડી, જલીયાણ ઇન્ડ. એરીયા પાસે, રંગોલી સ્ટીલની બાજુમાં, રાજકોટ મુકામે આવેલ હરિકૃષ્ણભાઈ કમલેશભાઇ લીલાની ભાગીદારી પેઢી માહી ફૂડ પ્રોડકટ્સની સ્થળ તપાસ કરવામાં આવી હતી. જેમાં આ ઉત્પાદક પેઢીમાં વિવિધ પ્રકારના નમકીનની વેરાયટીનું ઉત્પાદન સંગ્રહ કરી વેચાણ કરતાં હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ કરતાં પેઢીના સ્થળ પર અનહાઈજેનિક કન્ડિશનમાં ખાદ્ય પદાર્થનું ઉત્પાદન થતું જોવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *