કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી એમપીના સિવની જિલ્લાના ધનૌરામાં સભામાં સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ સંબોધન કરતા કહ્યું- આદિવાસી એટલે તમે આ દેશ અને જમીનના પહેલા માલિક છો. સરકારે અબજોપતિઓની 16 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી છે. જ્યારે ખેડૂતો MSP માંગે છે, ત્યારે પોલીસ ગોળીઓ વરસાવે છે.
રાહુલે યુવાઓને 30 લાખ સરકારી નોકરી, એસસી, એસટી અને ઓબીસીના વિદ્યાર્થીઓને બમણી સ્કોલરશિપ, ખેડૂતોને એમએસપી અને ગરીબ મહિલાઓના ખાતામાં એક લાખ રુપિયા આપવાનું વચન આપ્યું છે. રાહુલે આદીવાસી વોટરો પર ફોકસ કર્યું છે.